મોડાસા ચાર રસ્તા નજીક રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ખોદકામ દરમિયાન પાણી ભરાયુ હતુ જેના કારણે જમીન ભેજવાળી થવાથી વૃક્ષ ધરાશાયી થયુ હતુ. વૃક્ષ ધરાશાયી થવાની સાથે જ આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરી મુકતા વાહનચાલકો પોતાની જગ્યાએ ઉભા રહી ગયા હતા, જેથી જાનહાનિ ટળી હતી.આ ઘટનાના કારણે માલપુર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
મોડાસા ચાર રસ્તા પર અચાનક તોતિંગ વૃક્ષ ધરાશયી થતા દોડધામ મચી - Gujarati News
અરવલ્લીઃ અરવલ્લીના મુખ્યમથક મોડાસામાં વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં મોડાસા ચાર રસ્તાથી બાયપાસ અને મોડાસા મેઘરજ રોડથી બાઇપાસ રોડ અને હજીરા વિસ્તારનો માર્ગ પહોળો કરવામાં આવી રહ્યો છે. જોકે આ કામગીરીમાં બેદરકારી રાખવામાં આવતા નગરના હાર્દસમા વિસ્તારમાં ચાલુ ટ્રાફિકે આજે અચાનક તોતીંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયુ હતુ. જોકે સદનસીબે કોઈ જાનહાની કે અનિચ્છનીય ઘટના બની ન હતી.
મોડાસા ચાર રસ્તા પર અચાનક તોતિંગ વૃક્ષ ધરાશયી થતા દોડધામ મચી
અહીં મહત્વની બાબત એ છે કે, એક બાજુ વૃક્ષોનું જતન અને રક્ષણ કરવાની વાતો વચ્ચે આટલુ મોટુ વૃક્ષ ધરાશાયી ન થાય તે માટે કોન્ટ્રકટર દ્રારા કોઈ જ તકેદારી રાખવામાં આવી નથી.