ગુજરાત

gujarat

ETV Bharat / state

Students Accident: અમદાવાદના ખાનગી ટ્યુશનના વિદ્યાર્થીઓનો અકસ્માત, 20ને ઇજા - વિદ્યાર્થીઓ પ્રવાસેથી પરત ફરતા અકસ્માત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા પાસે શુક્રવારની મોડી રાત્રે વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 20 વિદ્યાર્થીઓને (Students Accident) ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને મોડાસા તેમજ માલપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Students Accident: અમદાવાદના ખાનગી ટ્યુશનના વિદ્યાર્થીઓનો અકસ્માત, 20ને ઇજા
Students Accident: અમદાવાદના ખાનગી ટ્યુશનના વિદ્યાર્થીઓનો અકસ્માત, 20ને ઇજા

By

Published : Dec 20, 2021, 2:22 PM IST

મોડાસા-અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામ પાસે રાત્રીના ૧૨ વાગ્યાના સુમારે એકાએક બસ પલ્ટી ખાતા 20 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા તેમજ માલપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં (Students Accident) આવ્યા હતા.

Students Accident: અમદાવાદના ખાનગી ટ્યુશનના વિદ્યાર્થીઓનો અકસ્માત, 20ને ઇજા

100 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા

મળતી માહિતી મુજબ, માલપુરના સાતરડા નજીક રાત્રીના સમય દરમિયાન અમદાવાદના ખાનગી ટ્યુશનના (private tuition) ધો-11 અને 12 ના 100 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા, તે સમયે એક રીક્ષા વચ્ચે આવતા બસ ચાલકે વાહન પરનો કાબુ ગુમવ્યો, અને બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓ મહીસાગરના કલેશ્વરીથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. હાલ સારવાર લઇ રહેલ તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details