અરવલ્લીઃ જિલ્લાના મોડાસા ખાતે સર પી. ટી. સાયન્સ કોલેજમાં સીલેમ રંગા રેડી સ્ટાર્ટ અપ ક્ષેત્રે દેશ દુનિયામાં પ્રખ્યાત છે. તેમણે યુવાનોને ડિફેન્સ ક્ષેત્રમાં ઈનોવેશનની ભુમિકા વિષયે સ્ટાર્ટ અપની માહિતી આપી હતી. આ રાજ્યકક્ષાના સેમિનાર માટે ગુજકોસ્ટ ગાંધીનગર ઈનોવેશનના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહૂ “નવો શૈક્ષણિક યુગ” વિષયે વિધાર્થીઓને પ્રેરિત થવા સંદેશો પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મોડાસામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ‘શોધ’ ઈનોવેશન એન્ડ આંત્રપ્રેનિયોરશિપ સેમીનાર યોજાયો - Aravalli latest news
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સર પી. ટી. સાયન્સ કોલેજમાં સ્ટુડંન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીના ઈન્ક્યુબેશન સેંન્ટર તથા ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનો એક દિવસીય ‘શોધ’ ઈનોવેશન એન્ડ આંત્રપ્રેનિયોરશિપ સેમીનાર યોજવામાં આવ્યો હતો.
![મોડાસામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ‘શોધ’ ઈનોવેશન એન્ડ આંત્રપ્રેનિયોરશિપ સેમીનાર યોજાયો Student Startup 'Search' Innovation and Entrepreneurship Seminar Held in Modasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6259842-757-6259842-1583074064402.jpg)
મોડાસામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ‘શોધ’ ઈનોવેશન એન્ડ આંત્રપ્રેનિયોરશિપ સેમીનાર યોજાયો
મોડાસામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ‘શોધ’ ઈનોવેશન એન્ડ આંત્રપ્રેનિયોરશિપ સેમીનાર યોજાયો
આ સેન્ટરના ઉપક્રમે 15થી વધુ પ્રોજેક્ટને આર્થીક સહાય અને માર્ગદર્શન આપવામાં આવેલું છે. શોધ એક દિવસીય સ્ટેટ લેવલ સેમીનારમાં 25થી વધુ પ્રોજેક્ટ, 50 પોસ્ટ પ્રોજેક્ટ, 10 ઓરલ પ્રેજેન્ટેશન અને 300થી વધુ ઇનોવેટર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.