ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી: રિલાયન્સના પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોએ કરી મારામારી - crime news of aravalli

અરવલ્લીમાં તોફાની તત્વોનો આંતક દિનપ્રતિ દિન વધી રહ્યો છે. જેમાં પેટ્રોલ પંપ પર મારામારીની ઘટનાઓ વધી રહી છે. જેમાં સોમવારની વહેલી સવારે મોડાસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પર મારામારીનો બનાવ બનતા પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓમાં ગભરાટ પ્રસર્યો હતો. ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા.

રિલાયન્સના પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોએ કરી મારામારી
રિલાયન્સના પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોએ કરી મારામારી

By

Published : Nov 16, 2020, 10:33 PM IST

  • મોડાસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પર મારામારીનો બનાવ
  • પૈસા બાબતે છૂટા હાથે મારામારીનો બનાવ
  • પાંચ અજાણ્યા લુખ્ખા તત્ત્વોએ પેટ્રોલ પંપના કર્મચારીને માર્યો માર
  • ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ

અરવલ્લી: તોફાની તત્વોનો આંતક દિનપ્રતિ દિન વધી રહ્યો છે. જેમાં પેટ્રોલ પંપ પર મારામારીની ઘટનાઓ વધી રહી છે. જેમાં સોમવારની વહેલી સવારે મોડાસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પર મારામારીનો બનાવ બનતા પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓમાં ગભરાટ પ્રસર્યો હતો. ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા.

રિલાયન્સના પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોએ કરી મારામારી

સમગ્ર બનાવ વિસ્તારથી

અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલેજ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર મારામારી ઘટના બની હતી. જેમાં પાંચ અજાણ્યા તોફાની તત્વો સવારના 3.30 વાગે પેટ્રોલ નંખાવા માટે આવ્યા હતા.આ સમયે કર્મચારીને રૂપિયા107નું પેટ્રોલ નાંખવાનું કહ્યુ હતું.જોકે કર્મચારી પાસે છુટા ત્રણ રૂપિયા ન હોવાથી આ બાબતે રકઝક થઇ હતી અને ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં અજાણ્યા વ્યક્તિઓએ કર્મચારીને છુટા હાથે માર માર્યો હતો. આ અંગે પેટ્રોલ પંપના માલિકે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details