ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય ગૃહપ્રધાને અરવલ્લીમાં યોજી ક્રાઇમ કોન્ફરન્સ - Home Minister

ગુજરાતના ગૃહપ્રધાન (Home Minister) પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ શુક્રવારે અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી હતી. રેન્જ IG અભય ચુડાસમાની ઉપસ્થિતિમાં ગૃહપ્રધાને ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પોલીસતંત્રની કામગીરીનું નિરીક્ષણ કરી ઉમદા કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા દારૂની હેરાફેરી અટકાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

Aravalli
Aravalli

By

Published : Aug 6, 2021, 8:51 PM IST

  • ગૃહપ્રધાને અરવલ્લીમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજી
  • દારૂની હેરાફેરી અટકાવવા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સુચનાઓ આપી
  • અરવલ્લી જિલ્લામાં કાયદો અને વયવસ્થા સુચારૂ રીતે જળવાય તે અંગેની ચર્ચા કરી

અરવલ્લી: ગૃહપ્રધાન (Home Minister) પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ અરવલ્લી જિલ્લા પોલીસ ભવન ખાતે રેન્જ IG અભય ચુડાસમાની ઉપસ્થિતિમાં જિલ્લા SP સંજય ખરાત અને અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ (Crime Conference) યોજી હતી. જિલ્લા પોલીસતંત્રની કામગીરીનું નિરીક્ષણ કરી ઉમદા કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અરવલ્લી જિલ્લો આંતરાજ્ય સરહદી જિલ્લો હોવાથી રાજસ્થાનમાંથી દારૂની હેરાફેરી અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.

રાજ્ય ગૃહપ્રધાને અરવલ્લીમાં યોજી Crime Conference

આ પણ વાંચો: ખેડામાં કોરોનાની પરિસ્થિતિને લઈ ગૃહપ્રધાને બેઠક યોજી

નવી DySP કચેરી તેમજ પોલીસ સ્ટેશનની જાહેરાત કરી

જિલ્લાના બાયડમાં DySP કચેરી અને ટીંટોઈમાં PI કક્ષાનું પોલીસ સ્ટેશન સ્થાપવા આવશે. તેમજ જિલ્લાની સરહદો પર વિશ્વાસ પ્રોજેક્ટ 2 અંતર્ગત CCTV લગાવવામાં આવશે. તેવી ગૃહપ્રધાને (Home Minister) જાહેરાત કરી હતી. આ ઉપરાંત રખડતા ઢોરની સમસ્યાનું પણ યોગ્ય નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવેશે તેવુ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

મહિસાગર જિલ્લના પાલ્લા ગામમાં પતિ-પત્નિની હત્યા બાબતે યોગ્ય તપાસ કરાશે તેવું ગૃહપ્રધાને આશ્વાશન આપ્યુ

આ ઉપરાંત તાજેતરમાં મહિસાગર જિલ્લના પાલ્લા ગામમાં પતિ-પત્નિની હત્યા (Husband-wife murder) બાબતે ગૃહપ્રધાને (Home Minister) યોગ્ય તપાસ કરી આરોપીઓની ઝડપી પાડવામાં આવશે તેવું આશ્વાશન આપ્યુ હતું. દારૂની હેરાફેરીમાં તાજેતરમાં અરવલ્લીના કેટલાક પોલીસ અધિકારીઓની સંડોવણી બહાર આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અરવલ્લીની રાજસ્થાન બોર્ડર (Rajasthan Border) પરથી વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ ઘૂસાડવામાં આવે છે. જેમાં તાજેતરમાં કેટલાક પોલીસ અધિકારીઓની સંડોવણી બહાર આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગૃહપ્રધાનની આ મુલાકાત દારૂની હેરાફેરી કેટલા અંશે અટકાવે છે તે જોવુ રહ્યું.

ABOUT THE AUTHOR

...view details