ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં તાલીમ ભવનનો પ્રારંભ કરાયો - Start of training Center in Aravalli

અરવલ્લીઃ જિલ્લામાં નવીન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ નવીનચન્દ્ર મોદી હાજર રહ્યાં હતાં.

અરવલ્લીમાં તાલીમ ભવનનો પ્રારંભ

By

Published : Nov 15, 2019, 9:10 PM IST

મોડાસા કેળવણી મંડળ દ્વારા નવીન શિક્ષણ અને તાલીમ ભવનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે શિક્ષણ ચિંતન શિબિર યોજવામાં આવી હતી. જેમાં કેળવણીના પ્રમુખ નવીનચન્દ્ર મોદી હાજર રહ્યાં હતાં.

ગિજુભાઇ બધેકાના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ મોડાસા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં જી.સી.ઇ.આર.ટી ગાંધીનગરના એન.ડી પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ. કે. પટેલ, સર્વ શિક્ષણાધિકારીઓ અને ઇડર અરવલ્લીના શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય પુરાણીયા, મ.લા.ગાંધી કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ અરૂણભાઇ શાહ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details