અરવલ્લી : સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ થતા કોરોનાના સંક્રમણનો વ્યાપ વધવાને લઇ રાજય સરકાર દ્વાર એસ.ટી. પરિવહનની સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. જો કે અનલોક-1માં તબક્કાવાર રાજ્ય સરકાર સંચાલિત એસ.ટી બસ સુવિધાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
અનલોક-1ના આરંભ સાથે અરવલ્લી જિલ્લાના ત્રણ ડેપોમાં એસ.ટી. બસની શરૂઆત - મોડાસામાં બસની શરૂઆત
અનલોક-1ના આરંભ સાથે રાજ્ય સરકાર દ્વારા આંતર જિલ્લાની એસ.ટી બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપતા અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે એકસપ્રેસની 25 બસ દ્વારા 28 ટ્રીપ કરવામાં આવી. જ્યારે લોકલ બસમાં 42 બસ દ્વારા 99 ટ્રીપ શરૂ કરવામાં આવી છે.
અનલોક 1 ના આરંભ સાથે અરવલ્લીના ત્રણ ડેપોમાં એસ.ટી બસની શરૂઆત
જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ અને ભિલોડા એમ ત્રણેય ડેપોમાંથી 67 બસો દ્વારા 127 ટ્રીપ શરૂ કરવામાં આવી છે. જેમાં મોડાસામાંથી 18 એક્સપ્રેસ અને 10 લોકલ, ભિલોડામાંથી 5 એક્સપ્રેસ, 14 લોકલ તેમજ બાયડમાંથી 2 એક્સપ્રેસ, 18 લોકલ બસ સેવા શરૂ થશે. જેમાં મોડાસામાંથી એકસપ્રેસની 26 અને લોકલની 40 ટ્રીપ, ભિલોડામાંથી 8 એક્સપ્રેસ, 41 લોકલ જ્યારે બાયડમાંથી એક્સપ્રેસની 4 અને લોકલની 18 ટ્રીપ લગાવવામાં આવશે. જે એક્સપ્રેસના 7271 અને લોકલના 9667 કિલોમીટરનું અંતર કાપશે.