અરવલ્લીઃ કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં બાંધકામ ઉદ્યોગ, નાના-મોટા કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોનો મોટો સમૂહ ગુજરાત છોડી રહ્યો છે. શ્રમિકોએ બસ કે, ટ્રેન નહીં મળવાના કારણે પગપાળા ગુજરાત છોડવાનું શરૂ કર્યું છે.
લોકડાઉન: પોતાના વતન પગપાળા જતા શ્રમિકો માટે ST બસની વ્યવસ્થા કરાઇ - Aravalli samachar
કોરોના વાઇરસના કારણે સમગ્ર રાજ્યમાં બાંધકામ ઉદ્યોગ, નાના-મોટા કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોનો મોટો સમૂહ ગુજરાત છોડી રહ્યો છે.
![લોકડાઉન: પોતાના વતન પગપાળા જતા શ્રમિકો માટે ST બસની વ્યવસ્થા કરાઇ પોતાના વતન પગપાળા જતા શ્રમિકો માટે ST બસની કરાઇ વ્યવસ્થા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6560405-745-6560405-1585296478334.jpg)
પોતાના વતન પગપાળા જતા શ્રમિકો માટે ST બસની કરાઇ વ્યવસ્થા
લોકોની દયનિય સ્થિતિને જોઇ ગુજરાતના મુખ્યપ્રધાને તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની તંત્રને સૂચના આપી છે, ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને ST વિભાગ દ્વારા પગપાળા જતા લોકોને તમામ સુવિધા ઉપલબદ્ધ કરાવી ST મારફતે 700થી વધુ શ્રમિકોને વતન મોકલી આપવામાં આવ્યા છે.
પોતાના વતન પગપાળા જતા શ્રમિકો માટે ST બસની કરાઇ વ્યવસ્થા