ભૂંજરીથી માલપુર જતી બસ સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા બસ રોડ નીચે ઉતરી ખાડામાં ખાબકી હતી. બસમાં મુસાફરી કરી રહેલા 50 જેટલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બુમો પાડી હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થતા દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ST બસ ખાડામાં ખાબકતા 65 યાત્રીઓનો આબાદ બચાવ - અરવલ્લી ન્યૂઝ
મોડાસા: ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ખખડધજ બસના સમારકામના અભાવે અડધે રસ્તે બસ મુકવાની ઘટનાઓ વધી જવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. લોકો જીવના જોખમે પ્રવાસ કરતા હોય તેવો અનુભવ કરી રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં બનેલ બે ઘટનાઓમાં ભિલોડાના મલેકપુર પાસે અને માલપુરના સજ્જનપુરા કંપા નજીક ST બસ ખાડામાં ઉતરી જતા સદનસીબે બંને બસોમાં યાત્રા કરતા યાત્રીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેમાં સવાર તમામ યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો.
st
જ્યારે બીજા બનાવમાં ભિલોડાથી વાઘેશ્વરી જઈ રહેલી ST બસ મલેકપુર ગામ પાસે ખાડામાં ખાબકતા બસમાં મુસાફરી કરતા 15 યાત્રીએ બુમાબુમ કરતા ડ્રાઈવરે બસ પર કાબુ મેળવ્યો હતો. જે અકસ્માતમાં 4 મુસાફરોને શરીરે ઈજા પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતાં.