સુરક્ષાના ભાગરૂપે ગુજરાતમાં પ્રવેશતા માર્ગ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. નેશનલ હાઈવે નંબર 8 પર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા તેમજ ઉન્ડવા બોર્ડર પર પોલિસની બાઝ નજર છે. ડી.જી.પી દ્વારા રતનપુર બોર્ડર પર એસઆરપીની 1 પ્લાટૂન તૈનાત કરાઇ છે. જેમાં 24 જવાનો દ્વારા આવતા જતા વાહનો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે.
અરવલ્લીના રતનપુર બોર્ડર પર SRP પ્લાટૂન તૈનાત, ચુસ્ત બંદોબસ્ત ખડકાયો - પોલિસ કર્મીઓ તૈનાત
અરવલ્લી: જિલ્લાની રતનપુર તેમજ ઉન્ડવા બોર્ડર પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. સુરક્ષાના ભાગરૂપે બુલેટપ્રુફ જેકેટથી સજ્જ પોલિસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Aravalli
અરવલ્લીના રતનપુર બોર્ડર પર SRP પ્લાટૂન તૈનાત
રતનપુર સીમા પર બે ચોકી બનાવાઇ છે. જેમાં પ્રથમ પોસ્ટ પર ૭ જેટલા જવાનોને બુલેટપ્રુફ જેકેટ અપાયા છે, તો બીજી ચોકી પર અન્ય સાત જેટલાં જવાનો પ્રથમ ચોકી પર ચાલતી તપાસ પર નજર રાખશે. જો કોઇ અપ્રિય ઘટના ઘટે તો તુરંત જ બીજી ચોકી પર તૈનાત જવાનો એલર્ટ થઇ જશે.