- 6 સેંટરો પરથી અંદાજીત 100 કિલો જેટલો કચરો થાય છે એકત્રિત
- કચરાને એકત્ર કરી સુરક્ષિત સ્થળે મુકવામાં આવે છે
- 850થી 1050 ડિગ્રી જેટલા તાપમાનમાં કરાય છે જીવાણુમુક્ત
મોડાસા: કોરોનાની નાબૂદી માટે જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી અને હવે રસી ભારતમાં આવતા પ્રથમ હરોળના કોરોના હેલ્થ વર્કર્સ અને વોરિયર્સને રસી આપવાનો કાર્યક્રમ દેશભરમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય સંભાળ કામદારો અને ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસી આપવામાં આવી રહી. અરવલ્લી જિલ્લાના છ સેંટરો પર રસી આપવામાં આવી રહી છે. કોરોના વેકસીનેશનથી ઉત્પન્ન થતા બાયોમેડીકલ વેસ્ટને નિયમીત એકત્ર કરી નાશ કરવામાં આવે છે. રસીકરણથી ઉત્પન્ન થયેલ બાયોમેડીકલ વેસ્ટ અને તેની નાશ કરવાની પ્રક્રિયા અંગે ETV ભારતનો વિશેષ અહેવાલ.
આઉટસોર્સિંગ એજન્સી દ્વારા બાયોમેડિકલ વેસ્ટ એકત્ર કરવામાં આવે છે
કોરોનાની મહામારીને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રથમ હરોળના કોરોના હેલ્થ વર્કર્સ અને વોરીયર્સને રસી આપવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના 6 સેન્ટરો પર રસી આપવામાં આવી રહી છે . અત્યાર સુધી 8 હજાર જેટલા ફ્રન્ટ લાઇન કોરોના હેલ્થ વર્કર્સ અને વોરીયર્સને રસી આપવામાં આવી છે. રસી આપ્યા બાદ ઉતપન્ન થયેલ બાયો મેડીકલ વેસ્ટ જેમ કે, સિરીંજ અને શીશીઓનો વેક્સિનેશન રૂમમાં સાવચેતીપૂર્વક ડીસ્પોઝ કરવામાં આવે છે. ત્યારબાદ આ કચરાને એકત્ર કરી સુરક્ષિત સ્થળે મુકવામાં આવે છે . એક આઉટ સોર્સીંગ એજન્સી દ્વારા આ કચરા વેક્સિનેશન કેંદ્ર પરથી ઉઠાવવામાં આવે છે.
બાયોમેડિકલ વેસ્ટમાં રહેલા કીટાણુઓનો નાશ કરવા માટે કચરાને ઉચ્ચ તાપમાન ડિસ્પોઝ કરવામાં આવે છે
કચરાને એકત્ર કરતી વખતે આઉટ સોર્સીંગ એજન્સી કર્મચારીઓ દ્વારા કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે કચરાને એકત્ર કરી તેનું વજન કરવામાં આવે છે. વજન કર્યા બાદ તેને આઉટ સોર્સીંગ એજન્સી દ્રારા એક વાહનમાં ડીસ્પોઝલ સાઇટ પર લઇ જવામાં આવે છે. ડીસ્પોઝલ સાઇટમાં બાયો મેડીકલ વેસ્ટ ના નાશ કરવા માટે બનાવેલ મશીનમા આ કચરો નાખવામાં આવે છે . બાયો મેડીકલ વેસ્ટમાં રહેલા કીટાણુઓનો નાશ કરવા આ કચરાને બે ચેમ્બરમાં થી પસાર કરવામાં આવે છે જેમાં પ્રથમ ચેમ્બરનું તાપમાન ૮૫૦ ડીગ્રી તેમજ બીજા ચેમ્બરનું તાપમાન 1050 ડીગ્રી સુધી રાખવામાં આવે છે .