ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રેનમાં આંગડીયા પેઢીના કર્મી ઉંઘતા રહ્યા અને ચોરી થઇ ગયા 2.15 કરોડના દાગીના - ચોરીની ઘટનાઓ

ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક ટ્રેનમાંથી આંગડિયા પેઢીના કર્મચારીના થેલાની ચોરી થઇ હતી. ચોરી થયેલા થેલામાં રૂપિયા 2.15 કરોડની કિંમતના સોનાના દાગીના હતા. જે ચાલુ ટ્રેને તફડાવી કોઈ ગઠિયો પલાયન થઈ ગયો હતો. ચોરીની ઘટના સંદર્ભે નડીયાદ રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આંગડીયા પેઢી
આંગડીયા પેઢી

By

Published : Apr 10, 2021, 6:20 PM IST

  • ટ્રેનમાંથી આંગડીયા પેઢીના કર્મચારીના થેલાની ચોરી
  • ચોરી થયેલા બેગમાં રૂપિયા 2.15 કરોડના સોનાના દાગીના
  • નડીયાદ રેલવે પોલીસે હાથ ધરી તપાસ

ખેડા : અમદાવાદની પટેલ અમૃતલાલ કાંતિલાલની આંગડિયા પેઢીના બે કર્મચારી ટ્રેનમાં બે થેલા લઈ મુંબઈથી અમદાવાદ જઈ રહ્યા હતા. વર્ષોથી પેઢીમાં કામ કરતા આંગડિયા પેઢીના કર્મચારી અભુજી ઠાકોર બે થેલા પોતાની સીટ નીચે મૂકી ભરૂચથી મહેમદાવાદ વચ્ચે રાત્રે ઉંઘ આવતા ઉંઘી ગયા હતા. વહેલી સવારે 4 કાલકે ટ્રેન મહેમદાવાદ પહોંચતા ઉંઘ ઉડતા જોતા બે થેલામાંથી એક થેલો ગાયબ હતો. જેને લઈને ટ્રેનના કોચમાં તપાસ કરતા થેલો મળી આવ્યો ન હતો.

આ પણ વાંચો -બાયડમાં આંગડિયા પેઢી લૂંટ કેસનો આરોપી ઝડપાયો

ચોરી થયેલા બેગમાં રૂપિયા 2.15 કરોડના સોનાના દાગીના

ચોરી થયેલા થેલામાં રૂપિયા 2.15 કરોડના સોનાના તૈયાર દાગીના હતા. જે પેઢીના કર્મચારીઓ મુંબઈથી લઈને અમદાવાદ આવી રહ્યા હતા. જેની ચોરી થઈ ગઈ હોવાનું જણાતા નડીયાદ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ચોરીની ઘટનાને લઈ નડીયાદ રેલવે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો -એક સિક્કાથી સિગ્નલમાં ફેરફાર કરી ચાલુ ટ્રેને લૂંટ કરનારા 7 આરોપીઓની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details