અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં સોમવારે રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બાયડ નજીક આવેલા ડેમાઈ ગામમાં પોલીસ આઉટ પોસ્ટ નજીક આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાં લૂંટારૂંઓની ગેંગ ત્રાટકી હતી અને ATM મશીન તોડી રૂપિયા 6 લાખ 43 હજારની ચોરી કરી હતી. બાયડના પાવન પ્લાઝા નજીક આવેલા કેનરા બેંકના ATMમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, તસ્કરો તેમાં સફળ થયા નહોતા.
અરવલ્લીમાં તસ્કરોએ ATMને નિશાન બનાવી ચોરી કરી - Central Bank of India
અરવલ્લી જિલ્લામાં સોમવારે રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બાયડ નજીક આવેલા ડેમાઈ ગામમાં પોલીસ આઉટ પોસ્ટ નજીક આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાં લૂંટારૂંઓની ગેંગ ત્રાટકી હતી. ચોરોએ ATM મશીન તોડી રૂપિયા 6 લાખ 43 હજારની ચોરી કરી હતી. બાયડના પાવન પ્લાઝા નજીક આવેલા કેનરા બેંકના ATMમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરો તેમાં સફળ થયા નહોતા.
અરવલ્લી
બીજી ઘટનામાં વહેલી સવારે 5 વાગ્યા આસપાસ મોડાસાના માલપુર રોડ પર આવેલી કેનરા બેંકના ATMને તોડી રૂપિયા 1લાખ 37 હજારની ચોરી કરી હતી. મોડાસાની ATMમાં ચોરીની ઘટના કેમેરામાં કેદ ન થાય તે માટે તસ્કરોએ CCTV કેમેરા પર કાળા કલરનો સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.