ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘરજ બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવતા છ ગાયનાં મોત - છ ગાયનાં મોત

અરવલ્લીઃ બાયડ જિલ્લાના મોડાસા નગરના બાયપાસ રોડ પર રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે આવતા છ પશુઓના મોત થતા ચકચાર મચી જવા પામી છે. મોડાસાના મેઘરાજ બાયપાસ રોડ પર રોડની કિનારીએ બેઠેલી ગાયો પર ભારે વાહન ફરી વળતાં અબોલ પશુઓ મોતને ભેટ્યા છે.

મેઘરજ બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવતા છ ગાયનાં મોત

By

Published : Nov 3, 2019, 12:41 PM IST

રાત્રે ગોધરા તરફથી આવતા વાહને બેફામ હંકારી છ જેટલી ગાયોને હડફેટે લીધી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે સ્થાનિક લોકોના પહોંચતા પહેલા જ ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે અજાણ્યા વાહન વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. એક સાથે છ ગાયોના મોતને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મેઘરજ બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવતા છ ગાયનાં મોત

ABOUT THE AUTHOR

...view details