ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં નવજોત સિધ્ધુએ કર્યા મોદી પર આકરા પ્રહારો - gujarat news

અરવલ્લીઃ  જિલ્લાના બાયડમાં કોંગ્રેસના નેતા નવજોત સિધ્ધુએ ચૂંટણી સભા યોજી હતી. જેમાં સિધ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યગાંત્મક પ્રહારો કર્યો હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 18, 2019, 12:01 AM IST

અરવલ્લીમાં સિધ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યો હતા. સભાને સંબોધતા સિધ્ધુએ જણાવ્યું હતું કે, ફિલ્મનો અભિનેતા પિક્ચરમાં 3 કલાક બેવકૂફ બનાવે છે, અને મોદી આખી જિંદગી લોકોને બેવકૂફ બનાવે છે. આ ઉપરાંત, ભાજપના નેતાઓ દ્રારા સિધ્ધુને દેશના ગદ્દાર ગણાવવા બદલ તેમણે જણાવ્યુ હતું કે “ હું સ્વાતંત્ર્ય સેનાનીનો પુત્ર છું અને ગોધરાકાંડ કરાવવા વાળા મોદી તમે મને રાષ્ટ્ર ભક્તિ વિશે પૂછો છો”

સિધ્ધુએ કર્યા મોદી પર આકરા પ્રહારો

આ પ્રસંગે 25થી વધુ કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ્યા હતા અને નવજોત સિધ્ધુના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી પ્રવેશ કર્યો હતો. સભામાં ચોકીદાર ચોર હૈ ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details