ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ દુકાનો બંધ રાખવા જાગૃત નાગરીકોનો નિર્ણય

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે અરવલ્લીના જાગૃત નાગરિકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ તમામ નાગરિકો બપોરે 3 વાગ્યા પછી પોતાની દુકાનો બંધ રાખશે.

ETV BHARAT
મોડાસમાં કોરોનાનું સંક્રમણ વધતાં સ્વયંભૂ દુકાનો બંધ રાખવા જાગૃત નાગરીકોનો નિર્ણય

By

Published : Jun 22, 2020, 7:22 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં કોરોનાના વધતા કેસને લઇને શહેરના વિવિધ વેપારી સંગઠનોએ 3 વાગ્યા પછી દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હાર્ડવેર, ફર્નિચર, મેડિકલ, ઇલેક્ટ્રિક અને જ્વેલર્સના વેપારી સંગઠનો સામેલ છે. આ વચ્ચે મોડાસાના વિવિધ સમાજના આગેવાનો દ્વારા શહેરના બસ સ્ટેશનથી ચાર રસ્તા સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી બેનર સાથે રેલી કાઢવામાં આવી હતી. જેમાં લોકોને કોરોનાથી બચવા તેમજ માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી હતી.

મોડાસમાં કોરોનાનું સંક્રમણ વધતાં સ્વયંભૂ દુકાનો બંધ રાખવા જાગૃત નાગરીકોનો નિર્ણય

અરવલ્લી જિલ્લામાં કોરોનાની સંખ્યા

  • જિલ્લામાં કુલ સંક્રમિત લોકોની સંખ્યાઃ197
  • મોડાસામાં સંક્રમિત લોકોની સંખ્યાઃ89
  • કુલ કોરોના સંક્રમિત લોકોનાં મોતઃ 15

આ ઉપરાંત શાકભાજી અને ફ્રૂટના ફેરિયાઓને બપોરે 2 વાગ્યા પછી રોડ પર નહીં ઉભવા અને માસ્ક ફરજીયાત પહેરવા અંગે વિનંતી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં અને ખાસ કરીને મોડાસામં કોરોનાના કેસ વધી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી 197 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે જ્યારે 15 દર્દીઓના મૃત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details