અરવલ્લીઃ જિલ્લામાં લોકડાઉન દરમિયાન ચોરીનો સીલસીલો યથાવત રહ્યો છે. પોલીસ જ્યારે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા મથામણ કરી રહી છે, ત્યારે ચોરો અરવલ્લીના મુખ્ય મથક મોડાસાના હાર્દ સમા વિસ્તારમાં આવેલા કુમાર સાઇકલ સ્ટોર્સમાં હાથ સાફ કરી ગયા છે.
અરવલ્લીની મુખ્ય બજારમાં રાત્રી દરમિયાન દુકાનમાં ચોરી - અરવલ્લી લેટેસ્ટ ન્યૂઝ
કોરોના વાઇરસ મહામારીને કારણે લાદવામાં આવેલા લોકડાઉન-3.0ની વચ્ચે અરવલ્લીની બજારમાં ચોરીની ઘટના સામે આવી હતી. આ અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Arvalli News
આ દુકાનમાંથી રોકડ રૂપિયા 25,000 લઇ ચોર પલાયન થઇ ગયા હતા. આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત ચોરોએ દુકાનના શટરનું તાળુ તોડી પ્રવેશ કર્યો હતો અને કેશ કાઉન્ટરમાંથી રોક્ડ રકમ લઇ ગયા હતા. અહીં નોંધનીય છે કે, આ દુકાન બસ સ્ટેશન પોલીસ ચોકીથી ફકત 30 મીટરના અંતરે આવેલા છે. તેમ છતાં ચોરોએ બિન્દાસ્ત કોઇ પણ જાતના ડર વિના ચોરી કરી હતી. જેથી આ વિસ્તારના દુકાનદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.