ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડાના ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મેળો નહી યોજાય

કોરોના કાળમાં મોટા ભાગના તહેવારો સાદગીપૂર્વક ઉજવી જન મેદની એકઠી થતાં અટકાવવામાં આવી છે. છેલ્લાં એક વર્ષમાં દરેક ધર્મસ્થાનોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ભવનાથ મંદિરમાં પણ દર વર્ષ શિવરાત્રીમાં યોજાતો પરંપરાગત ભાતીગળ મેળો બંધ રાખવામાં આવ્યો છે.

ભિલોડાના ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મેળો નહી યોજાય
ભિલોડાના ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મેળો નહી યોજાય

By

Published : Mar 10, 2021, 8:59 PM IST

  • કોરોનાને લીધે મેળો રદ કરાયો
  • ભક્તોના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવ્યો નિર્ણય
  • ભક્તો મહાદેવના દર્શનનો લાભ લઈ શકશે

અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ભવનાથ મંદિરમાં દર વર્ષ યોજાતા શિવરાત્રીના મેળામાં અરવલ્લી અને સાબરકાંઠાના મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટે છે. કોરોના સંક્રમણમાં જોઈએ તેટલો ઘટડો ન થતા, શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે ઈતિહાસમાં પ્રથમ વખત શિવરાત્રી મેળાનું આયોજન રદ કરવામાં આવ્યુ છે. જો કે શિવરાત્રીના તહેવાર દરમિયાન દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિર ખુલ્લું રહશે અને સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તો મહાદેવના દર્શનનો લાભ લઈ શકશે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને ભક્તો દ્રારા પણ આવકાર મળ્યો છે .

આ પણ વાંચો:મહાશિવરાત્રી મેળામાં ભંડારાનું પણ છે વિશેષ મહત્વ

અરવલ્લીની પર્વતીય ગુફાઓની વચ્ચે મંદિર આવેલું છે

ભિલોડાથી 8 કિ.મી. દૂર અરવલ્લીની પર્વતીય ગુફાઓની વચ્ચે ઐતેહાસિક ભવનાથ મંદિર આવેલું છે. દર વર્ષ ભવનાથ મંદિરમાં ભવ્ય શિવરાત્રીએ લોક-મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડી મહાદેવના દર્શન કરવા આવે છે.

આ પણ વાંચો:શિવે ધારણ કરેલા આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ

ABOUT THE AUTHOR

...view details