આજે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ છે. ત્યારે ગ્રહણ સમયે મોટાભાગના હિન્દુ મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ગુજરાતમાં સૂર્યગ્રહણના પગલે મંદિરો બંધ રખાયા છે. ત્યારે યાત્રાધામ શામળાજી એક એવું મંદિર છે, જે ગ્રહણ સમયે પણ ખુલ્લું રખાયું હતું.
અરવલ્લીમાં સૂર્યગ્રહણ વખતે પણ ખુલ્લું રખાયું શામળાજી મંદિર - latest news of Aravalli
અરવલ્લીઃ સામાન્ય રીતે ગ્રહણ કાળ દરમિયાન દરેક મંદિરો બંધ રાખવામાં આવે છે. ત્યારે રાજ્યનું એક માત્ર શામળાજી મંદિર ગ્રહણ કાળ દરમિયાન ખુલ્લું રખાયું હતું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ગ્રહણ કાળ દરમિયાન કરવામાં આવતા મંત્ર જાપનું 100 ગણું પુણ્ય મળે છે. જેથી ભક્તો મંદિરમાં ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે.
![અરવલ્લીમાં સૂર્યગ્રહણ વખતે પણ ખુલ્લું રખાયું શામળાજી મંદિર અરવલ્લી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5498857-thumbnail-3x2-arl.jpg)
અરવલ્લી
અરવલ્લીમાં સૂર્યગ્રહણ વખતે પણ ખુલ્લું રખાયું શામળાજી મંદિર
આ મંદિરમાં 26 ડિસેમ્બરે એટલે કે, ગ્રહણના દિવસે ગ્રહણનો વેધ ચાલુ થાય તે પહેલા સવારે 4 કલાકે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સૂર્યગ્રહણના સમયે સવારે 8-08 કલાકથી 10-38 સુધી મંદિર ખુલ્લું રાખી મંદિરમાં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી.