ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાને કારણે કાર્તક પૂનમે શામળાજી મંદિર બંધ રખાયું, ભક્તોએ બહારથી કર્યા દર્શન - કોરોના સંક્રમણ

અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્વ શામળાજી મંદિરમાં વર્ષોથી યોજાતો કાર્તિકી મેળો કોરોના વાઈરાસને કારણે બંધ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે મંદિર ટ્રસ્ટ દ્રારા ઇતિહાસમાં પ્રથમ વખત મેળો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કાર્તિકી પુનમ નિમીતે શામળાજી મંદિર બંધ રખાતા ભક્તોએ બહારથી દર્શન કર્યા
કોરોનાને કારણે કાર્તક પૂનમે શામળાજી મંદિર બંધ રખાયું, ભક્તોએ બહારથી કર્યા દર્શન

By

Published : Nov 30, 2020, 10:21 PM IST

  • કોરોના સંક્રમણના કારણે શામળાજી મંદિર બંધ
  • ભક્તોએ બહારથી જ દર્શન કરી ધન્યતા અનુભવી
  • હજારો ભક્તોને લાગ્યુ કોરોનાનું ગ્રહણ
    કોરોનાને કારણે કાર્તક પૂનમે શામળાજી મંદિર બંધ રખાયું, ભક્તોએ બહારથી કર્યા દર્શન

શામળાજી: કોરોના સંક્રમણ અટકાવવા માટે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ શામળાજી મંદિરમાં વર્ષોથી યોજાતો કાર્તિકી મેળો બંધ રાખવામાં આવ્યો છે. દર્શાનાથીઓ મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે ચાર દિવસ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે શ્રદ્વાળુઓ કાર્તિકી પુનમનો અનેરો મહિમા હોવાને લઇ વહેલી સવારથી જ મંદિરએ દર્શન કરવા આવી પહોંચ્યા હતા. મંદિરનો દરવાજો બંધ હોઇ દરવાજા પાસે ઉભા રહીને ભક્તોએ દૂરથી ભગવાનના દર્શન કર્યા હતા.

કોરોનાને કારણે કાર્તક પૂનમે શામળાજી મંદિર બંધ રખાયું, ભક્તોએ બહારથી કર્યા દર્શન

નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન કરવાની વિધી પણ બંધ રખાઇ

આ ઉપરાંત આ દિવસે નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન કરવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. કોરોના મહામારીમાં કાર્તિકી મેળો બંધ કરાતા ભક્તો સ્નાન કર્યા વિના પરત ફર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details