- મીની ટ્રકની અંદર પુઠા, તથા મશીનની આડમાં લવતો હતો દારૂ
- મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાયો
- પોલીસે રૂ 16,87,900નો મુદ્દામાલ કબ્જે લીધો
શામળાજીઃ અરવલ્લી જિલ્લાના અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નજીક નેશનલ હાઇવે રોડ ઉપર શામળાજી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એમ.દેસાઇ તથા તેમની ટીમ બતામીના આધારે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન એક મીની ટાટા ટ્રક ને અટકાવી તેમાં તલાસી લેતા મોટી માત્રામા ઇંગલીશ દારૂ મળી આવ્યો હતો .
શામળાજી પોલીસે 9 લાખથી વધુના દારૂ સાથે બે આરોપીને પકડ્યા મીની ટ્રકની અંદર પુઠા,તથા મશીનની આડમાં રૂ. 9,84,400ની કીંમતનો ઇગ્લીશ દારૂની 304 પેટીઓમાં 2472 બોટલ અને 4900 ક્વોટર મળી આવ્યા હતા . પોલીસે હરીયાણાના મેવાતનો રહેવાસી 27 વર્ષીય આરોપી ચાલક મોસીનખાન હસનખાન કરીમખાન અને 30 વર્ષીય દિલિપ રાજેન્દ્ર માંડલને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ અને મીની ટ્રક મળી કુલ રૂ 16,87,900નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.