ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજી પોલીસે 14.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ટ્રક ચાલક અને ક્લીનર ફરાર - શામળાજી પોલીસ

અરવલ્લી: શામળાજી પોલીસે બાતમીને આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. રાજસ્થાનથી આવતા એક ટ્રકને શંકાને આધારે તપાસ કરતા 14,54,400ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Aravalli

By

Published : Oct 8, 2019, 7:03 PM IST

PSI સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ સમયે તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ જોઇ રાજસ્થાન તરફથી આવતી ટ્રકનો ચાલક અને ક્લીનર ટ્રક મૂકી નાસી છૂટ્યા હતા. જેથી પોલીસેને શંકા જતા ટ્રકની તપાસી લીધી હતી.

આ તપાસ દરમિયાન ટ્રકમાંથી દવાના બોક્સ, રોલ અને લોંખડની પાઈપો હટાવતા નીચેથી રૂ. ૧૪,૫૪,૪૦૦/- કિંમતની વિદેશી દારૂની પેટી-૩૦૩ કુલ બોટલ નંગ-૩, ૬૩૬ મળી આવી હતી. પોલીસે લોંખડ પાઈપનો જથ્થો કીં.રૂ.૧૪,૩૧,૭૩૬/- અને ટ્રકની કીં.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા. ૩૮,૮૬,૧૩૬/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રક-ક્લીનર અને ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details