ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજી પોલીસને મળી સફળતા, ભુસાના કટ્ટાની આડમાં લવાતો 12 લાખ રૂપિયાનો દારૂ જપ્ત - Shamlaji police

શામળાજી પોલીસે મંગળવારે ભુસાના કટ્ટાની આડમાં લવાતો રૂપિયા 12,39,120નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે 2 અરોપીઓની ધરપકડ કરી છે.

ETV BHARAT
દારૂ જપ્ત

By

Published : Nov 3, 2020, 9:11 PM IST

  • રાજસ્થાન તરફથી આવતી હતી આઇસર ટ્રક
  • 247 પેટીમાં ઇંગ્લીશ દારૂ અને બીયરની કુલ 7164 બોટલ મળી આવી
  • ટ્રકમાં સવાર 2 આરોપીઓ અને દારૂ મંગાવનારા વિરૂદ્વ પ્રોહિબીશનનો ગુનો દાખલ

અરવલ્લી: નેશનલ હાઈવે પર આવેલી અણસોલ ચેક પોસ્ટમાં પોલીસની ટીમ વિવિધ સાધનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આઇસર ટ્રક નંબર H.R 55 M 5939ની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી વેરના ભુસાની આડમાં.રૂપિયા 12,39,120 ની કિંમતની 247 પેટીઓમાં ઇંગ્લીશ દારૂ અને બીયરની કુલ 7,164 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે.

દારૂ લાવનારી ટ્રક

2 આરોપીની ધરપકડ

પોલીસે રાજસ્થાનના ચાલક છગનસિંહ કેશરસિંહ ઉદયસિંહ ચૌહાણ તથા પ્રકાશ ગોકુલજી ભીમાજી પ્રજાપતિ ને ઝડપી કુલ રૂપિયા 20,40,620નો મુદામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે દારૂ મંગાવનારા રામજીભાઇ વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશન પાર્ટ સી 11188010200361/2020 પ્રોહિબીશન કલમ 65(A),(E), 116B, 98(2) અને 81 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details