શામળાજી પોલીસે શામળાજી-રતનપુર ચેકપોસ્ટ વિસ્તારમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરાતા બે ટ્રક અને અન્ય વાહનમાંથી રૂ.૧૬.૮૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું.
શામળાજી પોલીસે ૧૬.૮૩ લાખનો દારુનો જથ્થો જપ્ત કરી ૩ ઇસમોની કરી ધરપકડ - latest crime news
અરવલ્લી: શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. આ સમયે વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તેની તપાસ કરતા વિદેશી દારૂની ૧૫૮ પેટીમાંથી ૧૮૯૬ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વાહનચાલક હિમ્મતસિંહ અભયસિંહ ચુડાવત અને દિલીપ ઉદયલાલ જાટની ધરપકડ કરી ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ.૧૬.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
![શામળાજી પોલીસે ૧૬.૮૩ લાખનો દારુનો જથ્થો જપ્ત કરી ૩ ઇસમોની કરી ધરપકડ શામળાજી-રતનપુર ચેકપોસ્ટ પરથી બે ટ્રક અને અન્ય વાહન મળી રૂ.૧૬.૮૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5175241-thumbnail-3x2-aa.jpeg)
શામળાજી-રતનપુર ચેકપોસ્ટ પરથી બે ટ્રક અને અન્ય વાહન મળી રૂ.૧૬.૮૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
આ સમયે વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૫૮ પેટીમાંથી ૧૮૯૬ નંગ બોટલોનો જથ્થો મળી આવતા વાહનચાલક હિમ્મતસિંહ અભયસિંહ ચુડાવત અને દિલીપ ઉદયલાલ જાટની ધરપકડ કરી રૂ.૧૬.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.