શામળાજીઃ અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રકમાં પૌષ્ટિક બ્રાન્ડ બેગની આડમાં 14.30 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પડ્યો હતો. બાતમીના આધારે શામળાજી પોલીસે અણસોલમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકની તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.
શામળાજી પોલીસે 14.30 લાખના વિદેશી દારૂ સાથે 1ને ઝડપી પાડ્યો - શામળાજી પોલીસ
અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રકમાં પૌષ્ટિક બ્રાન્ડ બેગની આડમાં 14.30 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પડ્યો હતો. બાતમીના આધારે શામળાજી પોલીસે અણસોલમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકની તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.
શામળાજી પોલીસે 14.30 લાખના વિદેશી દારૂ સાથે 1ને ઝડપ્યો
શામળાજી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ કિંમત 14,30,400 તથા ટ્રક, પૌષ્ટિક આહાર બ્રાન્ડ બેગ-500, મોબાઈલ-1 અને રોકડ રૂપિયા 16000 મળી કુલ 2556900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મધ્યપ્રદેશ ઇન્દોરના રહેવાસી ટ્રક ડ્રાઈવર મુકેશ પ્રેમસિંહ પટેલને દબોચી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર બુટલેગર અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અંગે તપાસ હાથ ધરી છે.