- શામળાજી પોલીસ અને SOG પોલીસની ટીમેની સંયુક્ત કામગીરી
- દિલ્હીના ટેમ્પો ચાલક પાસેથી કાશ્મીરી ચરસના પેકેટ મળ્યા
- ટેમ્પો, મોબાઇલ, રોકડ રકમ મળી કુલ 45,96,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી: જિલ્લાની શામળાજી પોલીસ અને SOG પોલીસની ટીમે બુધવારે રાત્રે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક સઘન ચેંકીગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન, બાતમી આધારિત ટેમ્પો ચાલક (રજી નં. HR 69 D 3532 )ને અટકાવવામાં આવ્યો હતો. જેમાં, ટેમ્પોની ઉપરના ભાગમાં ગુપ્ત ખાનામાં સંતાડેલા કાશ્મીરી ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ પેકટ્સનો કુલ વજન 23.907 કીગ્રા થયો હતો. જેની અંદાજીત બજાર કીંમત 35,85,050 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દિલ્હીના રહેવાસી વાહન ચાલક કરણ પ્રહલાદસીંગ શર્માનીની ધરપકડ કરી ટેમ્પો, મોબાઇલ, રોકડ રકમ મળી કુલ 45,96,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો:શામળાજી હાઈવે પર પોલીસે રૂપિયા 2 લાખથી વધુનો દારૂ કબજે કર્યો