અરવલ્લી: જિલ્લાના શામળાજીના વેણપુર ગામ નજીક શામળાજી પોલીસે રાજસ્થાનમાંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યુ હતું. આ દરમિયાન રતનપુર તરફથી આવતા ટ્રેકટરની તપાસ કરતા ટ્રેક્ટર પાછળ લગાવેલા લેવલીંગ મશીનમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-948 રૂપિયા 2,58,900નો જથ્થો મળી આવ્યો હતો.
શામળાજી પોલીસે રાજસ્થાનથી આવતા દારૂ ભરેલા ટ્રેક્ટર સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
અરવલ્લી જિલ્લાની શામળાજીની પોલીસે બાતમીના આધારે શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વેણપુર ગામની સીમમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેકટરને અટકાવી ટ્રેકટરની તપાસ કરતા ટ્રેકટરના પાછળ ફીટ કરેલ લેવલીંગ મશીનના ગુપ્ત ખાનમાં સંતાડી રાખેલો 2.58 લાખના વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ટ્રેકટરમાં સવાર બે બુટલેગરોને પણ ઝડપી પાડ્યા હતા.
શામળાજી પોલીસે રાજસ્થાનથી આવતા દારૂ ભરેલા ટ્રેક્ટર સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે ટ્રેક્ટર ચાલક હરીયાણાના રહેવાસી રૂપરામ મુકેશ જાટ અને સાહિલ દશરથ જાટને ઝડપી લઈ ટ્રેકટર, લેવલીંગ મશીન, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5,68,600નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.