- એક કોલ કરી હોસ્પિટલ, દવા, ઓક્સિજન, તેમજ ડૉક્ટર્સની ઉપલબ્ધતા અંગે જાણકારી મેળવી શકાય
- 50 ટકાથી વધુ ઇન્ક્વાયરી ઓક્સિજન બેડ માટે આવે છે
- સ્ટુડન્ટસ ઇસ્લામીક ઓર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયાના 20 યુવા સ્વયં સેવકો શિફ્ટ વાઇસ 24 કલાક સેવા આપે
કોવિડના દર્દીઓ માટે મોડાસામાં શાહીન કોવિડ ટાસ્ક ફોર્સ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
અરવલ્લીઃ કોરોના દર્દીઓની સારવાર માટે સૌથી અગત્યનો પ્રશ્ન હોસ્પિટલ અને અન્ય સાધાનોની ઉપલબ્ધતાનો છે. કોઇ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય કે તરત જ તેના સ્વજનો સારવાર માટે હોસ્પિટલમાં એડમીટ કરાવવા દોડાદોડ કરે છે. કેટલીય હોસ્પિટલ્સમાં ધક્કા ખાધા બાદ કોઇને હોસ્પિટલમાં બેડ મળે છે અને કોઇને નથી પણ મળતા. આ સમસ્યાના નિવારણ માટે મોડાસાની જમાતે ઇસ્લામી હિંદની વિદ્યાર્થી પાંખ ઇસ્લામીક ઓર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયાના યુવા સ્વયં સેવકો દ્વારા શાહીન કોવિડ ટાસ્ક ફોર્સ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ફોન કરીને લોકો કોરોનાની સારવાર માટે મોડાસામાં ઉપલબ્ધ હોસ્પિટલ્સ અને કોવિડ સેન્ટર્સ અંગેની માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત વિવિધ સામાજીક સંસ્થાઓ પાસે ઉપલબ્ધ ઓક્સિજન સિલિન્ડર, મેડિકલ સ્ટોર્સમાં ઉપલ્બધ દવાઓ અને ડૉક્ટર્સ ઉપલ્બધતા અંગેની જાણકારી ફ્ક્ત એક ફોન દ્વારા મેળવી શકાય છે.
આ પણ વાંચોઃ હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, ICMRએ આપી હોમ બેઈઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને મંજૂરી
મ્યુકર માઇકોસીસ બીમારીની જાણકારી તેમજ સારવાર માટે પૂછપરછ માટે પણ કોલ્સ આવે છે
આ કોલ સેન્ટર પર સ્ટુડન્ટસ ઇસ્લામીક ઓર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયાના 20 યુવા સ્વયં સેવકો શિફ્ટ વાઇસ 24 કલાક સેવા આપે છે. જેમાં એક કાર્યકર કોલ સેન્ટર પર અને એક ફિલ્ડમાં કાર્યરત રહે છે. હાલ કોલ સેન્ટર 50 ટકાથી વધુ ઇન્ક્વાયરી ઓક્સિજન બેડ માટે આવે છે, જ્યારે કોરોનાની સાથે હવે મ્યુકર માઇકોસીસ બીમારીની જાણકારી તેમજ સારવાર માટે પૂછપરછ માટે પણ કોલ્સ આવે છે.
કોવિડના દર્દીઓ માટે મોડાસામાં શાહીન કોવિડ ટાસ્ક ફોર્સ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું ગુજરાતમાં પણ શાહીન ટાસ્ક ફોર્સ
આ પ્રોજેક્ટના સંચાલક ઇબ્રાહિમ શેઠ જણાવે છ કે, જ્યારે અમે જોયું કે કોવિડની મહામારી આખા ભારતમાં વિકરાળ સ્વરૂપ લઇ રહી છે તો અમે વિચાર્યુ કે અમારે સ્ટુડન્ટ તરીકે આગળ આવવું જોઇએ. અમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે અમને ખબર પડી કે અત્યારે લોકોને સારવારના સ્ત્રોત અંગે સાચી માહિતીની જરૂરત છે. ઓક્સિજન સિલિન્ડર, દવાઓ, ડોકટર્સ અને સોર્સ અંગેની માહિતી વોટ્સએપ સોશિયલ મીડિયામાં ઘણી બધી છે, પરંતુ જ્યારે પેશન્ટને જરૂર હોય છે ત્યારે એની પાસે શક્તિ નથી હોતી કે તે દરેક જગ્યાએ ફોન કરીને પુછીને હેલ્પ મેળવી શકે. તો પછી અમે એવુ વિચાર્યુ કે અમે કેવી રીતે હેલ્પ લાઇન સેન્ટર ચાલુ કરી લોકો સુધી સાચી, સચોટ અને વેરીફાઇડ સોર્સની માહિતી લોકો સુધી પહોંચાડી શકીએ. તો સ્ટુડન્ડટ ઇસ્લામીક ઓર્ગેનાઇજેશન ઑફ ઇન્ડિયાએ આખા ઇન્ડિયા લેવલે એક ટાસ્ક ફોર્સ બનાવી છે એના જ એક ભાગરૂપે ગુજરાતમાં પણ શાહીન ટાસ્ક ફોર્સ બનાવી છે અને મોડાસા લેવલની ટાસ્ક ફોર્સ અમે અહીં ચલાવીએ છીંએ. જેમાં અમારી પાસે દરેક સોર્સ, હોસ્પિટલ્સ, મેડિકલ સપલાય કે ડૉક્ટર્સની માહિતી અમારી પાસે અવેલેબલ છે. દર્દી અમને ફોન કરે છે ત્યારે અમારી પાસે આખી સિસ્ટમ છે, વોલેન્ટીયર્સની ટીમ છે જે 24 કલાક હાજર રહી ફોન રિસિવ કરે છે. અમે અમારી પાસે જે માહિતી છે તેવા રિસોર્સને ફોન કરીને વેરીફાઇ કરીએ છીએ, જ્યારે અમેને ત્યાંથી રિસોર્સ વેરીફાઇડ મળી જાય છે ત્યારે અમે તે માહિતી દર્દી સુધી પહોચાડીએ છીએ અને જ્યારે દર્દીને અમારી માહિતી મુજબ સુવિધા મળી જાય ત્યારે અમે દર્દી પાસેથી એ અંગનું કનફર્મેશન લઇએ છીએ કે તેમને હેલ્પ મળી કે નહીં.