ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લા અદાલતમાં 'સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર'નું ઉદ્ઘાટન કરાયું - center of sensitive witness testimony

અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ જજ રિઝવાના બુખારી દ્વારા સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. બાળકો સાથે થયેલી હિંસા અથવા કોઈ પણ પ્રકારની ઘટના બાદ બાળકો કોર્ટ રૂમમાં ભયનો અનુભવ કરતા હોય છે. માટે બાળકો કોી પણ પ્રકારના ડર વિના જુબાની આપી શકે તે ઉદ્દેશ્યથી કોર્ટમાં સંવેદનશીલ જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

Aravalli
સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર

By

Published : Feb 1, 2020, 4:51 PM IST

અરવલ્લી: આ કેન્દ્રમાં બાળકો માટે વિશેષ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને બેસવા માટે અને જુબાની આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં બાળકોને જુબાની કેન્દ્રમાં એવો એહસાસ ન થાય કે તેઓ કોર્ટમાં છે તે પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

અરવલ્લી જિલ્લા અદાલતમાં "સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર"નું ઉદઘાટન કરાયું

ABOUT THE AUTHOR

...view details