અરવલ્લી : પશ્વિમી સંસ્કૃતિનું અનુકરણ કરી ભારતમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ મોડાસામાં 14 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓને મૂલ્યની સાથે સાથે સંસ્કારલક્ષી શિક્ષણ પીરસાયુ હતું. ભારતની સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે હેતુથી મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત તેઓના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું.
મોડાસામાં શાળાના બાળકોએ 14 ફેબ્રુઆરીની અનોખી રીતે ઉજવણી કરી
મોડાસામાં 14 ફેબ્રુઆરીના રોજ સર્વોદય હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કિડઝ ઇગ્લીશ મીડીયમ સ્કુલમાં પુલવામાં શહીદ થયેલ 40 જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
મોડાસા
તો બીજી તરફ કિડઝ ઇગ્લીશ મીડીયમ સ્કુલમાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં આત્મઘાતી હુમલામાં શહીદ થયેલ 40 જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના બાળકોને સ્વાસ્થ્યલક્ષી આયુર્વેદિક હળદર યુક્ત દૂધ આપી , ઔષધિઓના ઉપયોગ હેતુ નવતર પ્રયોગ કરવમાં આવ્યો હતો.