ગુજરાત

gujarat

ETV Bharat / state

અનુસૂચિત જાતિના અગ્રણી હસમુખ સક્સેના જુથ અથડામણના ગુનામાં કર્યું આત્મસમર્પણ

અરવલ્લીઃ મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના લગ્ન વરઘોડા બાબતે જુથ અથડામણ થઇ હતી. આ બાબતે પોલીસ જાતે ફરિયાદી બની હતી અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત 4 શખ્સો અને 300ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેમના પર વરઘોડામાં ઉશ્કેરણીજનક ભાષણનો આરોપ લગાવ્યો હતો.

By

Published : Jun 4, 2019, 8:45 PM IST

ARL

આ ઘટનાના 22 દિવસ પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હસમુખ સક્સેનાએ જિલ્લા પોલીસવડા કચેરી ખાતે આત્મસમર્પણ કરી લીધું હતું. મંગળવારે સવારે આત્મસમર્પણ કરવા પહોંચેલા હસમુખ સક્સેનાએ જણાવ્યું કે, “તેમને પરેશાન કરવા માટે તેમના પર પોલીસે ખોટી કલમ લગાવામાં આવી છે. પોલીસે તેમને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. તેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા પછી અન્ય સારવાર લીધા પછી શરીરમાં આરામ લાગતા સામેથી આત્મસમપર્ણ કરવા આવ્યો છું.”

અનુસૂચિત જાતિ અગ્રણી હસમુખ સક્સેના કર્યું આત્મસમર્પણ

ABOUT THE AUTHOR

...view details