ગુજરાત

gujarat

ETV Bharat / state

માલપુરના મેવાડામા SBIના પોપડા પડ્યા, સદનસીબે મોટી જાનહાની ટળી - news updates of aravalli

અરવલ્લી: જિલ્લાના માલપુરના મેવાડા ગામની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કના મકાનની છત જર્જરિત હાલતમાં હતી. અચાનક જ છતના પોપડા પડતા થતા ચકચાર મચી હતી. જોકે ઘટના રાત્રીના સુમારે બની હોવાથી જાનહાની ટળી હતી.

માલપુરના મેવાડામા SBIના પોપડા પડ્યા,

By

Published : Sep 23, 2019, 8:07 PM IST

માલપુર તાલુકાના મેવડા ગામે આવેલી SBI બ્રાન્ચ જર્જરિત મકાનમાં વર્ષોથી ચાલી રહી છે. બ્રાન્ચનું મકાન જર્જરિત હોવાથી ગમે તે ઘડીએ તૂટી પડે તેવી હાલતમાં હતી.

માલપુરના મેવાડામા SBIના પોપડા પડ્યા,

સોમવારે રાબેતા મુજબ બ્રાન્ચ ખોલતા બ્રાન્ચની છત ખરી પડવાની સાથે બ્રાન્ચમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું. બેન્ક આવી હાલત જોવા લોકો ઉમટ્યા હતા. ગ્રાહકોમાં બેન્કનું મકાન બદલાવવાની માંગ પણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details