ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાની સર્વોદય બેન્કે રાહત ફંડમાં 1-1 લાખનો આપ્યો ચેક - 1 lakh in relief fund

કોરોના માહામારીના સમયે સામજીક સંસ્થાઓ, કંપનીઓ તેમજ વ્યક્તિગત રીતે લોકો સરકારને મદદરૂપ થવા માટે ખૂલ્લા મને મદદ કરી રહ્યા છે. મોડાસાની સર્વોદય બેન્કે મુખ્યપ્રધાન અને વડાપ્રાધાન રાહત ફંડમાં 1-1 લાખનો ચેક જમા કરાવ્યો હતો.

મોડાસાની સર્વોદય બેંકે રાહત ફંડમાં 1-1 લાખનો આપ્યો ચેક
મોડાસાની સર્વોદય બેંકે રાહત ફંડમાં 1-1 લાખનો આપ્યો ચેક

By

Published : Apr 4, 2020, 8:09 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં કોરોના મહામારીના સમયે સામજીક સંસ્થાઓ, કંપનીઓ તેમજ વ્યક્તિગત રીતે લોકો સરકારને મદદરૂપ થવા માટે ખૂલ્લા મને મદદ કરી રહ્યા છે, ત્યારે મોડાસા શહેરની ધી સર્વોદય સહકારી બેંક લી. ના ચેરમેન ઇકબાલહુસેન.જી.ઇપ્રોલીયા હસ્તે મુખ્યપ્રધાન ગુજરાત રાજ્યના રાહત ફંડમાં 1 લાખ રૂપિયા તેમજ વડાપ્રધાન રાહત ફંડમાં 1 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને સોંપવામાં આવ્યો હતો.

મોડાસાની સર્વોદય બેંકે રાહત ફંડમાં 1-1 લાખનો આપ્યો ચેક
આ સમયે બેંકના ચેરમેન ઇકબાલભાઇ ઇપ્રોલીયાએ જણાવ્યું હતુ કે, જ્યારે સમગ્ર દેશ મહામારી સામે જજુમી રહ્યો છે, ત્યારે ફુલ નહિ તો ફુલની પાંખડી આપી લોકોને મદદ કરવા માટે આગડ આવ્યા છે. સરકારને સહાય આપવીએ બેંક સંચાલકોની ફરજ છે. બેંકના ડિરેકટર ઉપરાંત પાલિકાના ચેરમેન સુભાષભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details