અરવલ્લીઃ ગાંધી જ્યંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વચ્છતા તેમજ પોષણ અભિયાનને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજય કક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે અધ્યક્ષ સ્થાને અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના ગુજરાત ક્ષેત્રેના ચેરમેન સરદારસિંહ બારૈયા અતિથી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા . કાર્યક્રમની શરૂઆતમાં પોષણ આરતી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અંતર્ગત મહત સંદેશ આપવા માટે હેન્ડવોશનું નિદર્શન કર્યુ હતું . કાર્યક્રમ માં સંબોધતા વિભાવરીબેન દવેએ રાજય સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યકમમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગરથી ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફીસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ- ભૂમિપૂજન તથા NiTA (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન)નું લોચિંગ કરવામાં આવ્યુ હતું.