ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં વારંવાર થતી ચોરીની ઘટનાથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર ઉઠયા સવાલ - Rising questions about police knight patrols over rising burglaries in modasa

અરવલ્લી જિલ્લામાં તસ્કરોનું રાજ હોય તેમ લાગી રહ્યું છે. મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરો ટ્રક લઈને ચોરી કરવા આવ્યા હતા. ત્યાં સુધી બેદરકાર પોલીસે કોઈ પગલા લીધા નહોતા. જેના કારણે આ વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. પરીણામે રોજેરોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે

modasa
modasa

By

Published : Mar 2, 2020, 11:48 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા શહેર તસ્કરોના હવાલે કરી દેવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી હવે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરોએ બે દુકાનોને નિશાન બનાવીને બે લાખ જેટલો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.

તસ્કરો બેફામ રીતે ટ્રક લઈને આવે છે પણ પેટ્રોલિંગ કરતી પોલીસને જાણ થતી નથી. હજીરા વિસ્તારમાં આવેલી ઓટો ઇલેકટ્રીકની દુકાનમાંથી તસ્કરોએ 25 બેટરી, ગાડીના સેલ, ડાયનેમાં સહિતનો મુદ્દામાલ ચોરી કરીને આસાનીથી પલાયન થઇ ગયા અને પોલીસ પેટ્રોલિંગ કરતી રહી.

મોડાસામાં વારંવાર થતી ચોરીની ઘટનાથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર ઉઠયા સવાલ
હજીરા વિસ્તારમાં ત્રણ જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ત્રણે તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. પણ તે કોઈ બિનઉપયોગી સાબિત થયા છે. કારણે કે, તસ્કરો પણ હવે ડિજિટલ બની ગયા છે. તેઓ તમામ બાબતોનું ધ્યાન રાખીને ખૂબ ચતુરાઈપૂર્વક સાધન સામગ્રી સાથે સજ્જ થઈને આવે છે. એટલું જ નહીં દુકાનોની બહાર લાગેલા CCTV કેમેરાને પણ તસ્કરોએ ફેરવી દીધા હતા. ત્યારબાદ દુકાનમાં પ્રવેશ્યા હતા. જેથી ઘોર નિંદ્રામાં પોઢેલી પોલીસે તસ્કરોને શોધવામાં ભારે અટકળો થઈ રહી છે. બીજી તરફ જિલ્લામાં વધતી ચોરીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details