- અરવલ્લી જિલ્લાના ખેડૂતો પેટ્રોલ-ડીઝલના વધારાથી (Petrol-Diesel Price) ત્રાહિમામ પોકારી ઉઠ્યા
- ડીઝલના ભાવ વધતા ખેતવાહનો ચલાવવા ખેડૂતોને પડી રહ્યા છે મોંઘા
- અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ અંગે વ્યથા વ્યક્ત કરી હતી
મોડાસાઃ અરવલ્લીના ખેડૂતો પણ હવે પેટ્રોલ-ડીઝલના ધરખમ વધારાથી (Petrol-Diesel Price) ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં સિંચાઈ અને લણણી માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો ચલાવવા ખેડૂતોને મોંઘા પડી રહ્યા છે. ડીઝલના ભાવ વધ્યા હોવાથી ખેડૂતો ખેત સાધનોનો ઉપયોગ કરવો કે નહીં તે અંગે વિચારી રહ્યા છે. આથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સાથે જ જિલ્લાના ખેડૂતોને લણણી માટે હેક્ટરદિઠ 500થી 600 રૂપિયાનો ખર્ચ વધી ગયો છે.
આ પણ વાંચો-ભાવનગરના ખેડૂત આગેવાન અને Congress MLAની માગણીઃ નુકસાની સર્વે કરો
ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો
ઈંધણના ભાવ વધતાં માત્ર જીવન જરૂરી ચીજવસ્તુનું પરિવહન જ નહીં, ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા વિવિધ મશીનો પણ ચલાવવા મોંઘા બન્યા છે. જિલ્લામાં ખરિફ સીઝનમાં વાવણી કરાયેલા મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકો હવે તૈયાર થયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો થ્રેસર અને હાર્વેસ્ટર સહિત ડીઝલ સંચાલિત વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, હવે ડીઝલના ભાવમાં સતત વધારાના પગલે ખેડૂતોને લણણી માટે હેક્ટરદિઠ 500થી 600 રૂપિયાનો ખર્ચ વધી ગયો છે ત્યારે ઓછા વરસાદને લઈને નુકશાન સહન કરી રહેલા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.