ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીનો ઈમાનદાર રીક્ષા ડ્રાઈવર, ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં રીક્ષા ચાલકે યુવતીનું પાકીટ પરત કરી ઈમાનદારીની મિશાલ કાયમ કરી છે. રોકડ રકમ તેમજ કિંમતી સોનાની કળીઓ હેમખેમ પરત મળતા યુવતીના પરિવારજનોએ રિક્ષા ચાલકનો આભાર માન્યો હતો.

rickshaw driver of Aravalli
ઈમાનદાર રિક્ષા ડ્રાઈવર

By

Published : Jun 1, 2020, 10:17 PM IST

અરવલ્લીઃ લોકડાઉન પહેલા કોલેજથી બસ સ્ટેશન સુધી જવા માટે સપના ભરવાડ નામની યુવતી સલીમ ભાઈની રીક્ષામાં બેઠી હતી. સ્ટેશન આવી જતાં યુવતી રીક્ષામાંથી ઉતરી ગઈ હતી. ત્યાર બાદ રીક્ષા સાફ કરતાં સલીમભાઈને રીક્ષામાંથી એક પાકીટ મળ્યું હતું. પર્સમાં રોકડ નાણાં અને સોનાની કળીઓ સાથે એક ફોટો મળ્યો હતો. જેને લઇને સલીમભાઈએ તપાસ હાથ ધરી હતી, પરંતું લોકડાઉનના કારણે તેમનું બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું. જો કે, સલીમભાઈએ યુવતીને શોધવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.

મોડાસામાં રીક્ષા ચાલકે યુવતીનું પાકીટ પરત કરી ઈમાનદારીની મિશાલ કાયમ કરી

રીક્ષાચાલક સલીમભાઈ આ માટે કોલેજના પ્રાધ્યાપક જૂનેદ ભાઈ અને બેન્ક કર્મચારી અરબાઝભાઈનો સંપર્ક કર્યો હતો. જે બાદ આખરે યુવતીના પરિવારજનોનો સંપર્ક થયો હતો. યુવતીની અરવલ્લી જિલ્લાના બાયડની રહેવાસી છે. તબીયત સારી ન હોવાથી સપનાએ મોડાસામાં રહેતા તેમના માસાને તેમની વસ્તુઓ પરત લેવા માટે મોકલ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details