ગુજરાત

gujarat

"ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરો": આદિવાસે સમાજે મામલતદારને આપ્યું આવેદન

By

Published : Feb 1, 2020, 8:25 PM IST

આદિવાસી તરીકેના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને નોકરીમાંથી દૂર કરવાની માગણી સાથે આદિવાસી સંગઠનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યાં છે. ગુજરાત આદિવાસી યુવા એકતા પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પારઘી સહિત આદિવાસી સમાજના અગ્રણીઓએ ભિલોડા મામલતદારને આ અંગે આવેદનપત્ર આપી ખોટા પ્રમાણપત્ર રદ્દ કરવા અને ખોટા પ્રમાણપત્રો લેનારા તથા આપનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.

Aravalli
આદિવાસી પ્રમાણપત્રો

ગાંધીનગર: આદિવાસી તરીકેના ખોટા પ્રમાણપત્રો મેળવી નોકરી કરનારાને નોકરીમાંથી દૂર કરવાની માગણી સાથે આદિવાસી સંગઠનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગત 23 જાન્યુઆરીથી આંદોલન કરી રહ્યાં છે. 29 એક્ટોબર 1956ના પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી ગીર, બરડો અને આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમનો OBCમાં સમાવેશ કરવા ભારત સરકારને દરખાસ્ત કરવી અને ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલા ગેર-બંધારણીય તમામ ઠરાવો અને પરિપત્રો રદ કરવામાં આવે તેવી માગ કરી હતી.

આદિવાસે સમાજે મામલતદારને આપ્યું આવેદન

ABOUT THE AUTHOR

...view details