ગુજરાત

gujarat

By

Published : Jun 20, 2020, 7:55 PM IST

ETV Bharat / state

અરવલ્લીમાં મનરેગાના કામોની સમીક્ષા બેઠક, વિજય નહેરાએ કર્યું નિરીક્ષણ

અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં વિકાસ કમિશનર વિજય નહેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કમિશનરે અરવલ્લી જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી. જેમાં જે કામો બાકી હોય તેને સત્વરે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતાં.

review meeting of MGNREGA works under water conservation in Aravalli
અરવલ્લીમાં મનરેગાના કામોની સમીક્ષા બેઠક, વિજય નહેરા કર્યું નિરીક્ષણ

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં વિકાસ કમિશનર વિજય નહેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કમિશનરે અરવલ્લી જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી. જેમાં જે કામો બાકી હોય તેને સત્વરે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતાં.

અરવલ્લીમાં જળસંચય હેઠળ મનરેગાના કામોની સમીક્ષા બેઠક યોજાઇ

આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ ડેવલોપમેન્ટ, વનીકરણનું આયોજન, આંગણવાડી બનાવવી અને તેમાં સગવડો પૂરી પાડવી, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરાનો નિકાલ તથા તેમાંથી પ્રોસેસ કરી સુકો, લીલો કચરો અને પ્લાસ્ટીક અલગ કરવા જેવા મુદ્દાઓ પર વાત થઈ હતી. આ સિવાય વ્યકિતગત શૌચાલય તથા સામૂહિક શૌચાલય પૂર્ણ કરવા, મિશન મંગલ હેઠળના સખી મંડળોની સંખ્યા વધારવાની સાથે સભ્યો વધારવા, સખી મંડળની સાથે સંકળાયેલ બહેનોને પશુપાલન, સિવણ, અમૂલ પાર્લર તથા ગૃહ ઉધોગ અને નર્સરી બનાવવી જેવા ધંધા સાથે સાંકળી તેમણે રોજગારી પુરી પાડવી જરૂરી સૂચનો કર્યા હતાં.

વધુમાં કમિશનરે જિલ્લાના બેરોજગારો અને ખેડૂતોને જે ધંધામાં રસ હોય તે મુજબનો લાભ આપવા તથા શ્રમિકો ધંધા માટે પરત આવી રહ્યાં છે અને સરકારની વિવિધ યોજનાઓ ચાલુ હોઇ પુરતો લાભ આપવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયાએ જિલ્લામાં જે વિકાસના કામો પ્રગતિમાં છે તે કામો સત્વરે પૂર્ણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ નિયામકે જિલ્લામાં ચાલતા મનરેગાના કામોની વિગત નિદર્શન દ્વારા પૂરી પાડી હતી.

આ મુલાકાત પૂર્વે ગ્રામ વિકાસ કમિશનરે જિલ્લામાં ચાલતા કામોની મુલાકાત મોડાસા તાલુકાના ડુગરવાડા ગ્રામવનની મેઘરજ તાલુકાના વાણીયાવાડા ગામ ખાતે ગ્રામવનને ખુલ્લું મૂકી વૃક્ષારોપણ કર્યુ હતું. રેલ્લાવાડા ગામે ચાલતા મનરેગાના કામની મુલાકાત લીધી હતી. આ સમીક્ષા બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ તથા સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details