પડતર માંગણીઓને લઈ મહેસુલ કર્મચારીઓએ ધરણા યોજ્યા - જિલ્લા સેવા સદન
અરવલ્લી: છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઇને સમગ્ર રાજ્યમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ ફરી ઉગ્ર થયા છે. પોતાની વિવિધ 9 જેટલી પડતર માંગણીઓને લઈને રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મહેસુલ વિભાગના કર્મચારીઓએ જિલ્લા સેવા સદન ખાતે ધરણા કર્યા હતા.
![પડતર માંગણીઓને લઈ મહેસુલ કર્મચારીઓએ ધરણા યોજ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4165873-thumbnail-3x2-arl.jpg)
અરવલ્લી
જિલ્લા સેવા સદન ખાતે કર્મચારીઓએ માંગણીઓ પૂર્ણ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા .કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ માંગણીઓ સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
પડતર માંગણીઓને લઈ મહેસુલી કર્મચારીઓએ ધરણા યોજ્યા