અરવલ્લી :જિલ્લાના બાયડમાં જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકલાંગ બહેનોનું આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં 181 મહિલા અભયમ દ્વારા બિનવારસી માનસિક વિકલાંગ બહેનોને પહોંચાડવામાં આવે છે. આશ્રમના હુંફાળા વાતાવરણમાં કેટલીય બહેનોની માનસિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવે છે. પોતાના પરિવારનું સરનામું યાદ કરતા પોલીસ ઇન્કવાયરી તેમજ અન્ય માધ્યમ દ્વારા પરિવાર સુધી પહોંચાડવાની અનોખી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.
બાયડમાં આશ્રમની ટીમે મધ્યપ્રદેશના માનસિક વૃદ્વાનું પરિવાર સાથે મિલન કરાવ્યું - Aravallinews
અરવલ્લી જિલ્લાના બાયડમાં "જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકલાંગ (દિવ્યાંગ) બહેનોનું આશ્રમ આવેલું છે. જ્યાં ચાર વર્ષ કરતા વધુ સમયથી આશ્રય લઇ રહેલા વૃદ્વાનું પરિવાર સાથે મીલન થતા લાગણીના દ્રશ્યો સર્જયા હતા.
મધ્યપ્રદેશના રાહડોલ જિલ્લાના પાપોન્ધ ગામની સકરી બહેન યાદવ જેઓ 21 મે 2029ના રોજ બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા થી બાયડ આશ્રમ લાવવામાં આવ્યા હતા.આ મહિલા છેલ્લા 4 વર્ષથી પરિવારથી વિખુટી પડી છે. આશ્રમમાં લાગણી,પોતાનાપણું, હૂંફ, બે ટાઈમ ભોજન,અને માનસિક રોગની સારવાર મળતા ઘર પરિવાર નું સરનામું યાદ આવ્યુ હતું.
આશ્રમના સેવાસાથી રાકેશભાઈએ વૃદ્વાના પરિવારની પોલીસની મદદ થી ટેલિફોનીક શોધખોળ કરી હતી. જેના પરિણામે તેમના બંને દીકરા માતા ને લેવા માટે આવ્યા હતા.4 વર્ષ બાદ આશા ગુમાવેલ પુત્રો ને જોઈ માતા અને પુત્રોની આંખોમાં હર્ષની લાગણી છવાઈ હતી.