- માલપુર તાલુકાના નાનાવાડા ગામના નિવૃત્ત PSI અને તેમની પત્નીનું મોત
- થોડા દિવસ પહેલા જ આ દંપતીનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
- દંપતી કોરોના પોઝિટિવ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હતા દાખલ
અરવલ્લીના નાનાવાડા ગામના નિવૃત્ત PSI અને તેમની પત્નીનું કોરોનાથી મોત - નિવૃત્ત પીએસઆઈ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામના નિવૃત્ત પીએસઆઈ અને તેમની પત્ની કોરોનાગ્રસ્ત હોવાથી તેમને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જોકે, સારવાર દરમિયાન જ દંપતીનું મોત થયું હતું.
અરવલ્લીઃ જિલ્લાના માપપુર તાલુકાના નાનાવાડા ગામમાં રહેતા નિવૃત્ત પીએસઆઈ જયંતિભાઈ પંચાલ અને તેમના પત્ની જ્યોત્સનાબેન પંચાલનો કોરોના રિપોર્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. આથી બંનેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ચાલી જ રહી હતી તે દરમિયાન બંનેનું મોત થયું હતું. દંપતીના મોતના કારણે માલપુર પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી.
જિલ્લામાં અત્યાર સુધી 82 કોરોનાગ્રસ્ત લોકોના મૃત્યુ
માલપુર તાલુકામાં અત્યાર સુધી 31 લોકો કોરોનામાં સપડાયા છે. જ્યારે હાલ 1 દર્દી સારવાર હેઠળ છે. અરવલ્લી જિલ્લામાં અત્યારસુધી કોરોનાના કારણે 82 લોકોના મૃત્યુ થયા છે.