ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પુન: શરૂ

અરવલ્લીમાં ગત શુક્રવારના રોજ માવઠું થયુ હતું. જેને લઇ અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. જોકે, વાતાવરણમાં સુધારો થતા મોડાસા તેમજ જિલ્લાના અન્ય ખરીદ કેન્દ્રો પર મગફળીની પુન: ખરીદી શરૂ કરવામાં આવી છે.

અરવલ્લી
અરવલ્લી

By

Published : Dec 16, 2020, 5:00 PM IST

  • અરવલ્લીમાં મગફળીની પુન : ખરીદી શરૂ
  • ખેડૂતો મોડાસાના બાજકોટ ખાતે મગફળી લઇને ઉમટ્યા
  • અરવલ્લીમાં ચાલુ વર્ષે 75 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર

અરવલ્લી : જિલ્લામાં ગત શુક્રવારના રોજ કમોસમી વરસાદ થતા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે, આજે મગફળીની પુન : ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતો મોડાસાના બાજકોટ ખાતેના ખરીદ કેન્દ્ર પર મગફળી લઇને ઉમટ્યા હતા. ખરીદ અધિકારીના જણાવ્યા અનુસાર ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી થયેલ મોડાસા તાલુકાના તમામ ખેડૂતોને મેસેજ મોકલી દેવામાં આવ્યા છે. જેમાં આજ દિન સુધી અંદાજે 1500 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે.

અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પુન: શરૂ
મોડાસા તાલુકાના 4100 ખેડૂતોએ નોંધણી કરાવી
નોંધનીય છે કે, મોડાસા તાલુકામાં બે ખરીદ કેન્દ્ર આવેલા છે. જેમાં મોડાસા અને ટીંટોઇ ખાતે 4100 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી હતી. જોકે, જાહેર હરાજીમાં ભાવ સારો મળતા કુલ નોંધણીના 35 % ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે.
અરવલ્લીમાં મગફળીનું કુલ વાવેતર
અરવલ્લીના 20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી હતી. જેમાં 25 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. છેલ્લાં બે માસથી મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. અરવલ્લીમાં ચાલુ વર્ષે 75 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details