ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં પ્રજાસત્તાક દિન નિમીતે ભક્તિ સાથે જોવા મળી દેશ ભક્તિ - Sai Temple in modasa

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સાંઈબાબાને પ્રજાસત્તાક દિન નિમીતે ત્રિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ત્યારે ભક્તિમાં દેશ ભક્તિ જોવા મળી હતી.

modasa
મોડાસા

By

Published : Jan 26, 2020, 8:05 PM IST

અરવલ્લી : 71માં પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય પર્વની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા જાણીતા સાંઈ મંદિરમાં સાંઈબાબાને પણ ત્રિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના અબાલ-વૃદ્ધ સૌ કોઇ દેશ ભક્તિના રંગે રંગાયા હતા. ત્યારે મંદિર પરિસરમાં પ્રજાસત્તાક દિનનો રંગ છવાઇ ગયો હતો.

મોડાસા શહેરના માલપુરમાં પ્રજાસત્તાક દિન નિમીતે ભક્તિમાં દેશ ભક્તિ

ત્યારે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સાંઈ બાબાના દર્શનાર્થે આવેલ ભક્તોએ ભક્તિ સાથે દેશ ભક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details