ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવતિના અપમૃત્યુ મામલે આરોપીઓના રિમાન્ડ પુરા, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

મોડાસાના સાયરાની 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા શુક્રવારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

By

Published : Jan 24, 2020, 8:19 PM IST

etv
યુવતિ અપ મૃત્યુ મામલે આરોપીઓના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

અરવલ્લીઃ મોડાસાના સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા શુક્રવારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલે વધુ રિમાન્ડ માટે માંગ ન કરતા નામદાર કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

યુવતિના અપમૃત્યુ મામલે આરોપીઓના રિમાન્ડ પુરા, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DYSP અશ્વિઝ પટેલ સહિતની ટીમે આ મામલે તપાસ વઘુ તપાસ કરી રહી છે. શુક્રવારે કોર્ટમાં રજુ કરાતા નામદાર કોર્ટે આરોપીઓને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. હાલ CID ક્રાઈમ તપાસમાં ભારે ગુપ્તતા જાળવી રહી છે અને સમગ્ર કેસ અંગે મૌન ધારણ કરી લીધું છે.

સાયરા કેસમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી, જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે. CID ક્રાઈમની ટીમે મૃતક યુવતીની બહેનની સઘન પૂછપરછ કરી પછી 3 આરોપીઓને ગાંધીનગર તપાસ અર્થે લઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details