- મોડાસા સર્વોદય હાઇસ્કૂલ ખાતે પ્રમાણપત્ર ચકાસણી હાથ ધરાઇ
- કૉરોના વાઇરસને લઇને સરકારની ગાઇડલાઇનનું પાલન
- થર્મલ સ્ક્રિનિંગ બાદ ઉમેદવારોને અપાયો પ્રવેશ
અરવલ્લી: જિલ્લામાં સરકારી અનુદાનીત માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં જે ઉમેદવારોએ અરવલ્લી કેંદ્રની ઓનલાઇન પસંદગી કરી છે તેવા 340 ઉમેદવારોને મોડાસા અને સર્વોદય હાઇસ્કુલ ખાતે તેમના અસલ ડોક્યુમેંટની ચકાસણી માટે બોલવામાં આવ્યા હતા. અરવલ્લીના કેંદ્ર ખાતે 10 જૂનના રોજ 200 જ્યારે ૧૧ જૂનના રોજ 140 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટનું વેરીફીકેશન કરાવ્યુ હતું.
આ પણ વાંચો: બેરોજગાર યુવાનો દ્વારા શિક્ષણ અને વિધાસહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવા કલેક્ટરને આવેદન પત્ર