મોડાસાઃ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના તબીબ પતિપત્નીએ જીવ ગુમાવતાં તેમના પરિવારજનો પર આભ ફાટ્યું હતું. આ કેસમાં 38 આરોપીઓને ફાંસી તેમજ 11 આરોપીઓને જન્મટીપની (Sentencing in 2008 Ahmedabad bomb blast case) સજા થતા મૃતકોના સ્વજને (Relatives of the victim welcoming the sentence in the blast case) કોર્ટના સજાના એલાનને (Reaction on Blast Case Punishment) આવકાર્યું હતું.
ટ્રોમા સેન્ટરનો ટૂંકો રસ્તો પક્ડયો અને મોતને ભેટ્યાં
29 જુલાઈ 2008ની એ ગોઝારી સંધ્યાએ આંતકવાદીઓએ અમદાવાદમાં 21 સ્થળોએ સીરિયલ બ્લાસ્ટ કરી નિર્દોષ વ્યક્તિઓના જીવ લીધા હતાં. જેમાં સિવિલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ સમયે મોડાસાના ડો. પ્રેરક શાહ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતાં. તેઓ તેમની પત્ની ગર્ભવતી હોઈ તેમની ડોકટરી તપાસ કરાવવા પહોંચ્યા હતાં. ત્યારે સમાચાર મળ્યાં કે બ્લાસ્ટમાં ઘવાયેલા વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. તેથી હોસ્પિટલ ઇન્ચાર્જ ડોક્ટરે સમયની ગંભીરતા પારખી ડોક્ટર પ્રેરક શાહને તેમની પત્ની ડો. કિંજલને રેસિડેન્ટ કવાટર્સમાં પહોંચાડી ઝડપથી તાત્કાલિક સેવામાં જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.