મોડાસા સબ જેલમાં રમઝાન નિમિત્તે મુસ્લિમ કેદીઓને મોહદ્દિષે આઝમ મિશન દ્વારા ભેટ અપાઈ - કોરોના વાઈરસ ન્યૂઝ
પવિત્ર રમઝાન નિમિત્તે મોડાસા સબ જેલના કેદીઓને મોહદ્દિષે આઝમ મિશન મોડાસા દ્વારા કેટલીક વસ્તુ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જેમાં ઇફ્તાર માટે સામાન પણ આપવામાં આવ્યો હતો.
અરવલ્લીઃ પવિત્ર માસ રમઝાન માસમાં મુસ્લિમ લોકો દ્વારા દિવસ ભર રોઝા(ઉપવાસ) રાખે છે અને ઇશ્વરની બંદગી કરે છે. ઇસ્લામ ધર્મના અનુયાયીઓ માટે આ માસ અતિ મહત્વનો છે. જેથી સામાન્ય વ્યક્તિઓ કરતા આ સમય, જેલમાં બંધ કેદીઓ માટે ખુબજ ભાવુક અને કઠીન હોય છે ત્યારે મોડાસા સબ જેલના કેદીઓને મોહદ્દિષે આઝમ મિશન મોડાસા દ્વારા કેટલીક વસ્તુ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જેમાં ઇફ્તાર માટે સામાન પણ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મિશન દ્વારા 30 દિવસ સુધી મુસ્લિમ કેદીઓના ઇફતાર માટે ફ્રુટની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ જેલની અંદર નમાઝ અદા કરવા માટે નમાઝ પણ આપવામાં આવી હતી.