અરવલ્લી: જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ છે. છેલ્લા ત્રણ દિવસથી સૂર્ય એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આકરા તાપથી લોકો શેકાયા હતા. ગરમીનું પ્રમાણ વધવાથી બફારો પણ વધતા પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા હતા. એવામાં વરસાદ વરસતા છેલ્લા ત્રણ દિવસની આકરી ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી.
અરવલ્લીમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો, લોકોને ગરમીથી રાહત - Aravalli news
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. ત્રણ દિવસના વિરામ બાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
![અરવલ્લીમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો, લોકોને ગરમીથી રાહત rainfall was recorded in Aravalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7567703-1074-7567703-1591852248888.jpg)
અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ થયો હતો. જેમાં મોડાસામાં પોણા બે ઇંચ, માલપુરમાં પોણો ઇંચ, બાયડમાં અડધો ઇંચ ધનસુરામાં એક ઇંચ વરસાદ નોધાયો હતો. જ્યારે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો