અરવલ્લીના રતનપુરમાં વરસાદી ઝાપટું, શેડ ધરાશાયી થતા 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત - injured
અરવલ્લી: હાલમાં ઉનાળુ સત્ર હોવા છતા પણ કેટલાક સ્થળ પર વાવાઝોડા તેમજ વરસાદ થઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કેટલાક સ્થળે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં શામળાજીમાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડું પણ આવ્યું હતું.

Aravalli
વાવાઝોડાની અસર હેઠળ કેટલીક જગ્યાએ ટીનના શેડ ઉડી ગયા હતા. સાથે જ ભારે પવનના કારણે પાર્ક કરેલા વાહનો પડી ગયા હતા. જ્યારે રાજસ્થાન બોર્ડર પર આવેલા રતનપુરમાં વરસાદનું ઝાપટું આવ્યું હતું. આ ઝાપટામાં એક શેડ ધરાશાયી થતા 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ છે. એકાએક વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આંશિક રાહત મળી હતી.
અરવલ્લીના રતનપુરમાં વરસાદી ઝાપટું, શેડ ધરાશાયી થતા 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત